Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

સામાન્ય રીતે દાંત કઢાવ્યા ના 2-6 મહિના ની અંદર નવો દાંત બેસાડાવો જોઈએ. જો આમ ના કરવામાં આવે તો સમય સાથે તે નીચે લખેલા સ્વ-આમંત્રિત પરિણામોને અનુસરે છે.

સૌથી પહેલા દાંત કાઢેલા ભાગ માં હાડકું ઓછું થતું જાય છે. રીસર્ચ મુજબ પહેલા જ વર્ષમાં અંદાજે 25% જેટલી હાડકા ની જાડાઈ, પહોળાઈ અને લંબાઈ ઘટે છે જે ભવિષ્યમાં નવો દાંત બેસાડવાની શક્યતા ને પણ ઘટાડતો જય છે. ખાલી પડેલી જગ્યામાં આજુબાજુ ના તથા ઉપર નો દાંત સ્થળાંતર કરી જાય છે (ચિત્ર માં બતાવ્યા મુજબ). હવે દાંત વચ્ચે જગ્યા બનવાથી ત્યાં ખાવાનું ફસાઈ છે. દાંત સાફ રાખવામાં થતી મુશ્કેલી તેને સડો અને પાયોરિયા જેવા રોગ તરફ દોરી જાય છે.

સ્વાભાવિક રીતે બીજી બાજુ પર વધુ ખાવાથી ધીમે ધીમે દાંતનું એક બીજા સાથેનું સમતોલન બગાડે છે. જબડાની ચાવવાની પેટર્ન પણ બદલાય છે અને જબડા ના સ્નાયુ અને જોઈન્ટ પર ઘસારો વધવા માંડે છે. આવા દર્દીઓમાં દાંતનું બટકાઈ જવું, કળતર થવી, મોઢું ખૂલવામાં તથા ખાવામાં તકલીફ થવી, જડબાના સાંધામાં દુખાવો તથા "ક્લિક" અવાજ આવવો, ઉંમર કરતા વધુ વૃદ્ધ દેખાવું, અપચો, વજન ઘટવું, અનિંદ્રા, માથાનો દુખાવો જેવી સમસ્યા જોવા મળે છે.

લાંબા સમયે તેની અસર આખા શરીર ના સ્નાયુ તથા જોઈન્ટ પર પડે છે! માણસ ની ચાલ અને ઉભા રેહવાની રીત માં પણ બદલાવ આવી જાય છે. માઈગ્રેન, આંખ ના ડોળા ની પાછળ કે પછી ડોક - કમર - ખભા માં થતો દુખાવો, કાન માં સીટી વાગવી, હાથ માં ખાલી ચડવી વગેરે અનેક લક્ષણો પણ જોઈ શકાય છે. આવા લક્ષણોને સંયુક્તપણે "ટી. એમ. જોઈન્ટ ડિસઓર્ડર" તરીકે ઓળખાય છે. આ પછી માણસ ફીઝિઓથેરાપીસ્ટ, ઓર્થોપેડિક, ન્યુરોસર્જન જેવા અનેક ડોક્ટરની દવા કરે છે પરંતુ કાયમી સારું થતું નથી!

તકલીફ નું મૂળ કારણ પકડ્યા વગર કાયમી ઈલાજ શક્ય નથી. “મોઢું” શરીર નું જ અંગ છે ને જયારે કોઈ સંતુલન ખોળવાય ત્યારે બીજા અંગો પર પણ તેની અસર પડતી હોઈ છે. એક દાંતને સમયસર બદલવામાં થતી બેકાળજી એ ભવિષ્ય માટે એક મોટી જવાબદારી બની શકે છે. સાહેબ આમાં તો દુખાવો, ખર્ચો અને સારવારનું જોખમ ઘણું વધી જય છે. કુદરતી દાંત ને સમયસર બચાવી લેવું શ્રેષ્ઠ છે પરંતુ જો દાંત કઢાવવો જ પડે તો તેની બદલી 2-6 મહિના માં અચૂક કરાવો.