Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

હમણાં થોડા દિવસ દરમિયાન દર્દી અને ડોક્ટર વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મોટા ભાગના ડોક્ટર તેમની સામાજિક ફરજ ના ભાગ રૂપે હોસ્પિટલ માં માત્ર ઇમરજન્સી સર્વિસ ચાલુ રાખી છે. બાકીના બધા દર્દીઓ સાથે ફોને પર ચર્ચા કરી ઉપાય જણાવામાં આવે છે. પરંતુ દર્દીઓ ઘણી વખત ઇમરજન્સી ના હોય એવી પરિસ્થિતિમાં પણ ડોક્ટર પાસે ચેકઅપ કરાવવનો આગ્રહ રાખે છે જે દર્દી અને સમાજ માટે ભયંકર સાબિત થઈ શકે છે.

સમજી લો કે કોઈ ડેન્ટલ ક્લિનિકમાં આવા સમયમાં ઇમરજન્સી સારવાર તરીકે જરૂર ના હોય તેમ છતાં દર્દી ના હઠાગ્રહ ના કારણે દિવસમાં ૧૦ રૂટિન ચેક અપ કરે છે, તેમાંથી કોઈ ને પણ અત્યારે શરદી ખાંસી કે અન્ય કોરોના ને લગતા લક્ષણો નથી. દરેક દર્દી ને એમ જ લાગે છે કે પોતાને કઈ નથી અને બીજા માંથી સંક્રમણ ના થાય એના માટે તેઓ મોઢા પર માસ્ક પણ બાંધે છે તથા બીજા લોકોથી સોશ્યિલ ડિસ્ટન્સ પણ રાખે છે. તે રિસેપ્શન, ખુરશી, દીવાલ, દરવાજા, રેલીંગ,અને અન્ય ઘણી જગ્યા પર એના હાથ નો સ્પર્શ કરે છે. આ એવી જગ્યાઓ છે કે જ્યાં બીજા દર્દીઓ ના પણ હાથ અડવાનાં જ છે. આ ઉપરાંત સારવાર દરમિયાન કેટલાક એરોસોલ બને છે જે વાતાવરણમાં ઓછા માં ઓછા અડધા કલાક સુધી રહે છે.

ડોક્ટર કદાચ બધા દર્દીઓ કોરોના પોઝિટિવ છે એમ માનીને યુનિવર્સલ સેફટી મેઝર્સ લે છે એમ છત્તા તેના માટે પણ કોરોના પોઝિટિવથી 100% બચવું લગભગ અશંભવ છે. હવે આ ક્લિનિકમાં રોજના ૧૦ લેખે ૧૫ દિવસમાં ડોક્ટર આશરે ૧૫૦ દર્દીઓ જુવે છે. તમે જાણતા જ હશો કે શરૂઆતમાં કેટલાક દિવસ સુધી કોરોના ચેપના લક્ષણો દેખાતા નથી. હવે થોડા સમય પછી આવેલા દર્દીઓમાંથી કોઈ ૧-૨ દર્દીઓ ને તકલીફ જાણતા તેમના સેમ્પલ લેતા ૧ દર્દી પોઝિટિવ આવે છે. હવે આ પોઝિટિવ દર્દી ને ટ્રેક કરતા તંત્ર આ ડોક્ટર, તેના સ્ટાફ, અને ડોક્ટરના કોન્ટેક્ટમાં આવેલા ૧૫૦ દર્દીઓ, તેના સગા અને પરિવાર મિત્રો ને કોરન્ટીન કરે તો આ માનવ સાંકળ કેટલી લંબાશે?

બીજું આ ડોક્ટર અને હોસ્પિટલ કોરન્ટીન થતાં બીજા 15-20 દિવસ તેઓ સારવાર આપવા સક્ષમ નથી. આવા સમયે જ્યારે સમાજ ને જરૂર હશે ત્યારે સેવા માટે કોણ આગળ આવશે? જો દર 2000 વ્યક્તિ દીઠ માત્ર 1 ડૉક્ટર હોઈ અને તે પણ 15-20 દિવસ સારવાર ના આપી શકે તો 2000 વ્યક્તિનુ શું થશે?

મિત્રો આપ સૌ ને નમ્ર અરજ છે કે બને ત્યાં સુધી હોસ્પિટલ જવાનું ટાળીએ કે જેથી જ્યારે કટોકટીના સંજોગ હોય ત્યારે ડોક્ટર તમારી મદદ કરી શકે. જો તમને રસી થઇ હોય કે પછી સોજો આવ્યો હોય, દવા આપ્યા પછી પણ દુખાવો બંધ ના થતો હોય કે પછી કંઈક વાગ્યું હોય ને લોહી બંધ ના થતું હોય તો જરૂર થી સારવાર અપાશે. આ સિવાયની કોઈપણ તકલીફ હોય તો પેહલા તમારા ડેન્ટિસ્ટ સાથે ફોન પર વાત કરો.

આપણે સૌ સમજણ અને વિવેકબુદ્ધિ કામ લઈએ એ ખૂબ જ જરૂરી છે. આ માટે અત્યારે દરેક વ્યક્તિ બીજો વ્યક્તિ કોરોના ચેપગ્રસ્ત છે એમ માની ને ચાલે એ ખાસ જરૂરી છે.

જય હિન્દ!