Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

સુરત ખાતે ટ્રાન્સફર થતા પહેલા, નવસારીમાં, રમેશબાઈ એ દાંતની કેટલીક સારવાર લીધેલી અને એક દાઢ પણ કઢાવેલી. તેમના ડેન્ટલ સર્જન એ ઇમ્પ્લાન્ટની ભલામણ કરી હોવાથી આગળની સારવાર માટે તેઓ મારી પાસે આવ્યા.

રમેશબાઈ: સાહેબ, મારે નવો દાંત બેસાડવા માટે ઇમ્પ્લાન્ટ કરાવવો છે પણ તેની પસંદગી કઈ રીતે કરવી? તમારા કુટુંબના સભ્ય માટે તમે કયા બ્રાંડનો ઉપયોગ કરશો?

મૈં હસી ને કહ્યું: ઓફ કોર્સ બ્રાન્ડ નું મહત્વ છે, પરંતુ રમેશભાઈ, સારવારની સફળતા માટે વધુ મહત્વનું પરિબળ સર્જનની આવડત અને અનુભવી ડેન્ટલ લેબોરેટરી ગણી શકાય. આ સાથે દર્દીની અલગ જરૂરિયાતો, બાયોલોજિકલ બંધારણ અને તેમની રૂઝ આવાની ક્ષમતામાં રહેલો તફાવત જેવા કેટલાક દર્દીલક્ષી પરિબળો પણ મહત્વના છે. સારામાં સારી બ્રાન્ડનો ઇમ્પ્લાન્ટ બેસ્ટ સર્જન ના હાથે મુકાયો હોઈ પરંતુ જો તમારું ડાયાબિટીસ કાબુ માં ના રહેતું હોઈ, તમારી તમ્બાકુ ખાવાની અને સિગારેટ પીવાની આદત કે પછી સફાઈ રાખવામાં થતી બેકાળજી પણ તેને ફેલ કરી શકે છે. મૂળમાં તમે યુનિક છો અને ઇમ્પ્લાન્ટની સફળતાનો 50% આધાર તમે જ છો.

વિશ્વમાં 150 થી વધુ ઇમ્પ્લાન્ટ બનાવતી કંપનીઓ છે તેમ છતાં, ફક્ત ટોચની 5 બ્રાન્ડ વિશ્વમાં 75% વેચાણ કરે છે અને તેમાંથી ફક્ત ટોચ ની 2-3 જ ભારતમાં ઉપલબ્ધ છે. મારા કુટુંબના સભ્ય માટે બ્રાન્ડ પસંદ કરતી વખતે હૂં નીચેની બાબતો પર જરૂરથી મહત્વ આપીશ:

1) કંપની કેટલા સમયથી વ્યવસાયમાં છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની પ્રતિષ્ઠા કેવી છે? શું ભારતમાં કંપનીનો બેઝ છે?

આ બાબત સમજવા માટે ઇમ્પ્લાન્ટ ને આપડે ગાડી સાથે સરખાવીએ. તમે સૌથી સસ્તી ગાડી લો કે પછી સૌથી મોંઘી ઈમ્પોર્ટેડ, બંનેને તેના નિયત સમય પર સર્વિસ કરાવવી પડે અને સમય જતા તેના કોઈ ભાગને ઘસારો લાગવાથી બદલવો પણ પડે. એવી જ રીતે સંભાવના છે કે લાંબા ગાળે તમારા ઇમ્પ્લાન્ટ ની જાળવણી માટે કેટલાક ભાગની જરૂર પડી શકે છે. હવે જો કંપની પોતે ભારતમાં સ્થાયી ના હોઈ કે પછી ડીલર દ્વારા ઇમ્પ્લાન્ટ્સ વેચાતા હોઈ તો ભવિષ્યમાં (5-10 વર્ષ પછી) તેમની મળવાની સંભાવના ઓછી છે. આવા વખતે શરૂઆતમાં સસ્તા ભાવે પડેલા ઇમ્પ્લાન્ટ ભવિષ્ય માટે એક મોટી જવાબદારી બની જાય છે અને તેને સુધારવાનું વધુ ખર્ચાળ સાબિત થઇ શકે.

2) શું આ કંપની પુરતું સંશોધન કરે છે?

જ્યારે પણ શરીરમાં કંઈક મૂકવામાં આવે ત્યારે તેની ગુણવત્તામાં બાંધછોડ ના થાઈ તો સારું. અમુક કંપની લાંબા સમયથી (30-35 વર્ષ) રિસર્ચ કરી ઇમ્પ્લાન્ટ ની ગુણવત્તા ને સુધારે છે. તે ધારેલું રિઝલ્ટ આપી શકે છે અને સફળતાના દરમાં વધારો કરે છે. રિસર્ચ પેટન્ટ ના કારણે અન્ય કંપની તેની આબેહૂબ નકલ બનાવી શકતી નથી અને એટલે જ રિસર્ચ પ્રોડક્ટ મોંઘી હોઈ છે પરંતુ મારા મુજબ આવી કંપની ભરોસો મુકવાને લાયક ખરી.

3) શું આ કંપની પાસે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે?

તમારા માટે શ્રેષ્ઠ ઇમ્પ્લાન્ટ મારા માટે શ્રેષ્ઠ ના પણ હોઈ એવું બને. ઉપરાંત બધાં ડેન્ટલ ઇમ્પ્લેન્ટ્સ સમાન નથી અને તે ડિઝાઇન, ઈન્ડિકેશન, ટેકનોલોજી, સુવિધાઓ અને ગુણવત્તામાં તફાવતના કારણે જુદી જુદી કિંમતના હોઈ છે. દરેક દર્દીની જરૂરિયાત, હાડકાની ગુણવત્તા, સ્વાસ્થય સંબંધિત તકલીફો અને આદતો જુદી હોવાથી એક જ પસંદગી બધા માટે શક્ય નથી. તમારા ડૉક્ટર દરેક બ્રાન્ડ વિષે સમજ ધરાવતા હોવાથી એમણે આપેલા વિકલ્પોના ફાયદો-નુકસાન સમજીને અને આપણને વૅલ્યુ લાગે તેવી જ પસંદગી કરવી.

રમેશભાઈ: સાહેબ હવે સમજાયું પણ શું આપડે મોંઘામાંના ઇમ્પ્લાન્ટ પસંદ કરીયે તો તેની આજીવન ગેરંટી ખરી?

મેં હસી ને પૂછ્યું: "સાહેબ શું વધુ પૈસા આપવાથી તમારા જીવનમાં અમુક વર્ષો ટોપ-અપ કરાવી શકશો?" પૈસાથી જીવનની ખાતરી પણ ખરીદી શકાતી નથી. શ્રેષ્ઠ ઇમ્પ્લાન્ટની પસંદગી ફક્ત સારી ગુણવત્તાની ખાતરી આપી શકે છે. પરંતુ તે કેટલું ટકશે તેનો આધાર નિષ્ણાત ડૉક્ટર દ્વારા સર્જરી, ગુણવત્તાસભર ઇમ્પ્લાન્ટની પસંદગી, તમારું સ્વાસ્થ્ય તથા આદતો, રાખવામાં આવતી મોઢાની સાફસફાઈ અને ડૉક્ટર પાસેના રેગ્યુલર ફોલો-અપ પર છે. એટલું જરૂર થી કહીશ કે ઇમ્પ્લાન્ટ ની લાઇફ-ટાઈમ ગેરંટી નથી પરંતુ તેની લાઇફ ને આજીવન લંબાવવી તમારા જ હાથમાં છે.