શું ભારતમાં દાંતની સારવાર ખૂબ મોંઘી છે?
દાંતની સારવાર, તે પણ ખાસ કરીને ભારતમાં મોંઘી હોવી એ ગેરસમજ છે. સાચું કહું તો ભારતમાં અનુભવી ડોક્ટરો ઘણા છે, તેમની એપોઇન્ટમેન્ટ સરળતાથી મળી જાય છે અને દુનિયાની સરખામણીએ સારવાર પણ ખૂબ જ સસ્તી મળે છે. આ જ કારણે વિશ્વમાં ભારત ડેન્ટલ ટુરિઝમ માટે ખુબ જ પ્રખ્યાત છે! બહારના દેશોમાં, આ બધી સારવાર ઓછામાં ઓછી 10 ગણી મોંઘી થાય છે. NRI ભાઈ-બહેનો માટે આવવા-જવાની ટીકિટ તથા સારવારનો ખર્ચો ત્યાં થતા ખર્ચ કરતા લગભગ અડધો હશે!
પરંતુ આપણે શા માટે બહારના દેશો સાથે સરખાવવું જોઈએ? એ એટલા માટે કે આજે પણ સારવાર માટે વપરાતા ઉચ્ચ ગુણવત્તાના સાધનો, મશીનો તથા મટીરીયલ ભારતમાં બનતા ન હોવાથી ઈમ્પોર્ટ થાય છે. એટલું જ નહિ પણ આ સાધનો પર સરકાર તરફથી મદદ મળવાને બદલે ભારે ઈમ્પોર્ટ ડ્યૂટી લાદવામાં આવે છે. બહારના દેશોના પ્રમાણમાં આપણે ત્યાં રિસર્ચ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટનો અભિગમ જ નથી એમ કહીયે તો ચાલે. ઉપરાંત વિદેશમાં ગુણવત્તા બાબતે કાયદાઓ ભારત કરતા વધુ કડક હોવાથી તબીબો દ્વારા તેમને વધુ પ્રાધાન્ય અપાય છે. હવે તમે જ કહો કે સારવારની ગુણવત્તા કે પછી તેની પાછળ થતા રિસર્ચમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવી શું તમને યોગ્ય લાગે છે? અને જયારે આપણે ત્યાં એજ વિદેશી અદ્યતન સાધનો દ્વારા સારવાર અપાતી હોય તો સરખામણી કેમ ન થાય?
આ સાથે આપણી માનસિકતા પણ ઘણો મોટો ભાગ ભજવે છે. સામાન્ય રીતે આપણે આલીશાન બંગલામાં રહેવું, લકઝુરિયસ ગાડી ચલાવવાનું, મોંઘા સ્માર્ટફોન વાપરવામાં કે પછી સ્ટારબક્સની મોંઘીદાટ કોફી પીવામાં સ્ટેટ્સ અનુભવીએ છીએ. લાઇફસ્ટાઇલ પાછળ દેખાદેખીમાં ઘણો ખર્ચો કરી દઈશું પણ શારીરિક તકલીફોને લંબાવ્યા કરશું. તાજ હોટેલમાં 20 રૂપિયાની પાણીની બોટ્ટલના 100 આપશું પરંતુ ડૉક્ટરને લૂંટારો કેહવા તો જાણે આપણો જન્મસિદ્ધ હક છે! ફ્રી ચેકઅપની લોભામણી જાહેરાતો જોઈ 500 રૂપિયા બચાવવાના ચક્કરમાં કેટલાનો ખોટો ખર્ચો કરી બેસીએ છીએ તેની ગણતરી જ નથી! અરે! પૈસાનું નુકસાન તો ઠીક પરંતુ પોતાના શરીરમાં થયેલા નુકસાન નું શું? અને રોગની સારવારમાં વળી ઓફર કેવી?
સાચું કહું તો તકલીફ તરફનું આપણું બેદરકારીભર્યું વલણ જ તેને ખર્ચાળ બનાવી દે છે. બધું સસ્તું શોધવાનો આપણો અભિગમ એટલો જગજાહેર છે કે તેના કારણે અમુક વિદેશી કંપનીઓ દ્વારા તેમનો રિજેક્ટ થયેલો-ઓછી ગુણવત્તાના સામાનનો સસ્તા દરે ભારત, આફ્રિકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં નિકાલ કરી દેવાય છે. શું આપણે શ્રેષ્ઠ મેળવવાને લાયક નથી? આવી ગેરરીતિઓને પોષવા પાછળ ભ્રષ્ટાચાર, નબળી આર્થિક સ્થિતિ તથા આપણો ઓછી ગુણવત્તાને ચલાવી લેવાનો અભિગમ જ જવાબદાર છે. કંપનીનું માત્ર વિદેશી હોવું એ કઈ તેની ગુણવત્તાનું પ્રમાણ નથી અને દુનિયાના બજારમાં ભારતીઓને “3rd world citizen” સમજવાની ભૂલ થવી પણ ન જોઈએ.
ફ્રન્ટલાઇનર હોવા છતાં સરકાર તરફથી એક સૈનિક કે નેતાને મળતી હોય તેવી સુરક્ષા અને આજીવન ભરણપોષણની બાંહેદરી તબીબોને મળતી નથી. એટલું જ નહિ પણ ક્લીનીક માટે જગ્યા ખરીદવામાં, ટેક્સમાં, વીજળી-પાણી-ગેસના બિલ કે પછી મ્યુનિસિપલ વેરા ભરવામાં પણ કોઈપણ જાતની છૂટછાટ મળતી નથી. આ ઉપરાંત મોંઘુ ભણતર, કારકિર્દીની મોડી શરૂઆત (30 વર્ષે), શરૂઆતના 10 વર્ષો નામ કમાવામાં તથા લોનની ચુકવણીમાં જતા રહેતા હોવાથી ખર્ચના પ્રમાણમાં થતી ઓછી બચત, વિદેશી મશીન તથા હોસ્પિટલના ભરખમ ખર્ચા, પ્રોફેશન સાથે સંકળાયેલું જોખમ તદુપરાંત પરિવારની જરૂરિયાતોને એક ડૉક્ટર કઈ રીતે પહોંચી વળતો હશે એ આપે વિચારવાનું રહ્યું!
જો ડેન્ટલ ક્લીનીકમાં અન્ય હોસ્પિટલના જેમ ઓ.ટી., મેડીસિન અને નર્સિંગ ચાર્જીસ અલગ લેવાતા ન હોય તો પછી તે મોંઘી કઈ રીતે? કદાચ તબીબોમાં ફેલાયેલું ગેરરીતિનું દુષણ કઈંક અંશે સમાજની ખોટી અપેક્ષાઓ, કોર્પોરેટ ક્લચર અને વધુ પડતા નાણાકીય બોજાનું જ પરિણામ હોય શકે! અંતે તો તેઓ પણ આપ સૌની જેમ રોટી, કપડાં અને મકાન જેવી જરૂરિયાત પુરી કરવા જ કામ કરે છે. જો તેઓએ જાતે જ રળીને જીવવાનું હોય તો પછી તેમની પાસે માત્ર સેવાની અપેક્ષા કઈ રીતે રાખી શકાય?
દરેક ડૉક્ટર સમય, આવડત, અનુભવ, ટેકનોલોજી તથા વપરાયેલા મટીરીયલ ના આધારે પોતાની ફી લેતા હોય છે; જે મોંઘી છે કે સસ્તી એ ચર્ચાનો વિષય જ નથી. અંતે તો, સારવાર આપને આર્થિક દ્રષ્ટિએ કેટલી અનુકૂળ અને યોગ્ય રહેશે એ જ વિચારવાનું રહ્યું.
All Treatments
- Wisdom Tooth Removal
- Root Canal Treatment
- Root Planing and Curettage
- Flap Surgery
- Bone Grafting
- Depigmentation
- Gummy Smile Correction
- Veneers & Laminates
- Smile Designing / DSD
- Teeth Whitening
- Tooth Coloured Fillings
- Metal Free Bonded Restorations
- Braces and Invisalign
- Dental Implants
- Dentures
- Crown & Bridges
- Full Mouth Rehabilitation
- Cavity Filling
- Scaling & Polishing