Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

લોકડાઉન દરમિયાન રોગચાળાને કારણે દાંતના દવાખાનાને બિન-તાકીદની મુલાકાત અને શસ્ત્રક્રિયાઓ કરવાથી અટકાવવામાં આવ્યા હતા. ગાઇડલાઇન્સ સતત બદલાતી રહેતી હોવાથી તબીબો પણ મુંઝવણ અનુભવતા હતા. આકસ્મિક રીતે ફાટી નીકળેલા આ રોગચાળાથી આપણે હજુ પણ ઘણા અજાણ છીએ અને ઘણા ફ્રન્ટલાઈનર્સ શહિદ પણ થયા છે. સારા થઇ ગયેલા દર્દીઓનું ફરીથી પોઝિટિવ થવું એ પણ એક હકીકત છે.

દાંતના એરોસોલ પ્રક્રિયાઓની સાથે સંકળાયેલા જોખમો અને સલામતી વિશે સમગ્ર વિશ્વના દંત ચિકિત્સકો સતત ચિંતિત છે. પરંતુ હવે રીઅલ ટાઈમમાં લડત આપી કોરોના વિષે પેહલા કરતા વધુ સમજી શક્યા છીએ. એસોસિએશન અને સીડીસીની હાલની ભલામણ મુજબ દર્દીઓની તકલીફ અને સારવારની તાત્કાલિક જરૂરિયાત સમજી, તથા તેમના વિસ્તારમાં રહેલા જોખમોનું અવલોકન કરી અંતિમ નિર્ણય તબીબે જ લેવાનો રહેશે.

સારા સમાચાર એ છે કે અનલૉક પછી આજ સુધી એક પણ ડેન્ટલ ક્લિનિક સુપરસ્પ્રેડર જાહેર થયા નથી. એનો મતલબ એ થયો કે દાંતના દવાખાનામાંથી અસંખ્ય લોકોને ચેપ લાગ્યો હોય તેવું બન્યું નથી. પરંતુ ઘણાબધા ડેન્ટિસ્ટોને કોરોના લાગી ચુક્યો છે. ડૉક્ટર બધા દર્દીને કોરોના પોઝિટિવ સમજીને સંપૂર્ણ કાળજી રાખે જ છે તેમ છતાં તેમના માટે કોરોનથી 100% બચવું કદાચ સંભવ નથી. આવા સંજોગોમાં આપનો સાથ મળે એ ખુબ જરૂરી થઇ જાય છે. આ મુદ્દા પર તાજેતરના તમામ પ્રકાશનોનો સારાંશ રજૂ કરું છું.

1) તમારા ડૉક્ટર ને ડાયાબિટીસ બી.પી. જેવી કોમોરબીડીટી વિષે પુરી જાણકારી આપો. હાલ ના તબક્કે તમે કઈ દવાઓ લઇ રહ્યા છો તેની જાણ કરો.

2) જો આપને કે આપના કોઈ સ્વજનને કોરોના થયો હોય તો એની પુરી માહિતી આપશો.

3) જરૂર જણાય તો ડૉક્ટર કેટલીક ટેસ્ટ કરવા કહી શકે છે, તેમાં સહયોગ આપશો. ટેસ્ટ ના કરાવી પડે આ માટે માહિતી છુપાવાથી આપણે ઘણા બધા લોકોને રિસ્ક વધારીએ છીએ.

4) સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ જાળવો, માસ્ક પહેરો અને બીજાને અનુસરવા પ્રોત્સાહન આપો.

5) એપોઇન્ટમેન્ટનો સમય જાળવો જેથી 2 વ્યક્તિ એક સમયે ભેગા ના થઇ જાય. જરૂર ના હોઈ તો દર્દી સાથે માત્ર એક જ વ્યક્તિ ક્લિનિકની મુલાકાત લે.

6) ક્લિનિક આવતા પહેલા અને સારવાર પછી બ્રશ કરો, નાસ લો તથા ગરમ પાણીમાં મીઠું નાખી કોગળા કરો.

7) ઘરે ગયા પછી તરત જ ગરમ પાણીએ નહિ લેવું.

પોતાના કોઈ સ્વજનનું મૃત્યુ ના થાય ત્યાં સુધી મને કોરોના લાગી શકે નહિ એવો એટ્ટીટ્યૂડ મુર્ખામીભર્યો કહેવાય. સિરિયસ થવા માટે કેટલા ઓળખીતાનું બલિદાન હજુ આપવાનું બાકી છે? ચાલો બધા મળીને એક બીજાની કાળજી રાખીયે. કોરોના ને આપડી ભૂલ ના લીધે વધતો અટકાવીએ.