Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

આગળ ના લેખોમાં આપણે જોયું કે કઈ રીતે એક દાંતને સમયસર બદલવામાં થતી બેકાળજી એ ભવિષ્ય માટે એક મોટી જવાબદારી બની શકે છે. આ લેખ આપણે પાર્શીયલ ઈડેન્ટ્યુલીસમ (જેમના માત્ર 2-3 દાંત પડી ગયા હોઈ) ની સારવાર માટેના વિકલ્પોની ચર્ચા કરીશું.

સામાન્ય રીતે દાંત પડાવ્યાના 2-6 મહિના ની અંદર નવો દાંત બેસાડવો જરૂરી છે. આ માટે 3 વિકલ્પ છે.

1) કાઢવા મુકવા વાળું ચોકઠું - બનાવવામાં સૌથી સરળ અને ઓછો ખર્ચાળ વિકલ્પ છે. દાંત માત્ર દેખાવ પૂરતા જ હોઈ છે ને ખાવામાં વધુ કામ આવતા નથી. અહીં દાંત ને એક્રેલિકના આધાર વડે પેઢાની ઉપર બેસાડવામાં આવે છે અને મોઢા માં પ્લાસ્ટિક જેવો અનુભવ થાઈ છે. સમય જતા તે ઢીલા પડે છે ને ઘણી વખત તેના પડી જવાથી લોકો વચ્ચે હસવાના પાત્ર પણ બનવાનું થાઈ. સફાઈ બરાબર ના થતી હોવાથી સરવાળે તે મોટું કામ ઉભું કરે છે.

2) બીજો વિકલ્પ ડેન્ટલ બ્રિજ (ઉપરનું ચિત્ર) છે કે જે મધ્યમ ખર્ચાળ વિકલ્પ છે. ઇમ્પ્લાન્ટ પહેલા ફિક્સ દાંત બેસાડવા માટે “ક્રાઉન અને બ્રિજ” ખુબ પ્રચલિત પદ્ધતિ હતી. અહીં નવો દાંત આજુબાજુના દાંત ને આધાર બનાવી ફિક્સ કરવામાં આવતો હોવાથી લાંબા ગાળે વધુ નુકસાનકર્તા અને સરવાળે વધુ ખર્ચાળ સાબિત થાઈ છે. અધાર માટે અહીં બાજુના દાંત ને ઘસવા પડતા હોવાથી સમય જતા ત્યાં સડો થવો, ખાવાનું ફસાવું, કળતર થવી, પાયોરિયા વગેરે જેવી વણમાંગી તકલીફ ઉભી થાઈ છે.

3) 1960 માં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ (નીચેનું ચિત્ર) ની શોધ પછી ટાઇટેનિયમ ધાતુમાંથી બનાવેલો પાયો હાડકામાં બેસાડી “બાજુના દાંત નો આધાર લીધા વગર” નવો ફિક્સ દાંત બેસાડવાની પદ્ધતિનું ચલણ ખુબ વધ્યું. અહીં સપોર્ટ માટે અડીને આવેલા બાજુના વર્જિન દાંતને પણ ઘસવાની જરૂર નથી! ઇમ્પ્લાન્ટ તમને એક મજબૂત ફિટ આપશે જે કુદરતી લાગે છે અને તમારી ખાવાની કાર્યક્ષમતામાં સુધારો કરે છે. એકંદરે તેઓ તમારા જડબાને સ્વસ્થ રાખવામાં અને તમને સારા દેખાવામાં મદદ કરે છે. શરૂઆત માં ખર્ચાળ લગતી આ પદ્ધતિ સમય જતા વધુ ફાયદાકારક સાબિત થાઈ છે.

ઢીલા પડી ગયેલા અને ખાવામાં ફાવટ ના આવે એવા છૂટ્ટા ચોકઠાં ને ફિટ કરવા માટે ઇમ્પ્લાન્ટ્સ ખુબજ સારો વિકલ્પ છે. આવતા લેખ માં કમ્પ્લીટ ઈડેન્ટ્યુલીસમ (બોખા દર્દી) ને કઈ રીતે ફિક્સ દાંત બેસાડી શકાય તેના પર સમજશું