Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

આ એક સૌથી મોટી ગેરસમજ છે! ડાયેટ સોડામાં દાંત માટે નુકસાનકારક સુગર ભલે ના હોય, પરંતુ સોડા એસિડિક હોય છે. આપણા મોઢાંમાં 800 પ્રકારના બેક્ટેરિયા હોય છે જેમાના અમુક અસિડ-પ્રેમી બેક્ટેરિયા દાંતને નુકસાન કરી પોલા બનાવવામાં ફાળો આપે છે. સોડાનો પી.એચ. સ્તર લગભગ 2-3 હોય છે, જ્યારે પાણી 7 ના પી.એચ. સ્તરે તટસ્થ હોય છે (સંદર્ભ માટે બેટરીમાં રહેલો એસિડનો પી.એચ. સ્તર 0 છે જે ખૂબ જ એસિડિક ગણી શકાય).

દરરોજ સોડા પીવી કે ધીમે ધીમે ચુસ્કી મારવાનું વલણ ખરેખર વધુ જોખમી છે. તેના કારણે બેક્ટેરિયા દાંતના એનામલ (આપણા દાંતનું બાહ્ય રક્ષણાત્મક આવરણ) પર લાંબા સમય સુધી હુમલો કરે છે. સોડાના એક ઘૂંટડા પછી એસિડને ફરીથી ન્યુટ્રલ કરવામાં લગભગ 20 મિનિટનો સમય લાગે છે. આ રીતે તમારા દરેક ઘૂંટડા પર પછીની 20 મિનિટ સુધી બેક્ટેરિયાનો હુમલો થયા જ કરે છે. લાંબા ગાળે સોડામાં રહેલું એસિડ દાંતના એનામલને ઓગાળી દે છે. તેના કારણે દાંતની નસો ખુલ્લી પડી જવાથી તેમાં તેમાં કળતર (સેન્સીટિવીટી) થાઈ છે.

સોડા ઉપરાંત, ખાટ્ટા ફાળો કે તેમના જ્યુસ, ખાધા પછી લીંબુ ચૂસવાની આદત વગેરે પણ સમાન નુકસાન પહોંચાડી શકે છે. આ સાથે જમ્યા પછી તરત બ્રશ કરવું પણ તેટલું જ નુકસાનકારક છે. તમે જોયું હોઈ તો વધુ એસિડિટીની તકલીફ ધરાવતા લોકો ના દાંત ઘસાઈ ગયેલા હોઈ છે અને તેમને માટલાના પાણી પીવા પર પણ સેન્સીટિવીટી થાઈ છે.

અહીં હૂં તમને સોડા/જ્યુસ પીવા કે પછી ખાટાં ફાળો ખાવાની મનાઈ નથી કરતો પરંતુ તેમનું પ્રમાણ ઘટાડવું આપણા હાથમાં છે. એસિડિક પદાર્થના સેવન પછી તરત કોગળા કરવાથી પી.એચ. ન્યુટ્રલ કરવામાં જરૂરથી ફાયદો મળે છે. તમારા શરીરને હાઇડ્રેટ રાખવા માટેના સૌથી આરોગ્યપ્રદ વિકલ્પો પાણી, શાકભાજીનો રસ અને દૂધ છે. વસ્તુ જેટલી એસિડિક હોય તેટલું તે શરીર ને નુકસાન કરી શકે. આ જ કારણથી સમાજનાં જાગૃત લોકોમાં અલ્કલાઈન) આહાર તથા પાણી (જેની પી.એચ 7 કે તેથી વધુ હોઈ) લેવાનું ચલણ વધ્યું છે.

1. ડૉ. અંકિત જે. દેસાઈ (એમ.ડી.એસ)

2. ડૉ. અંકિત દેસાઈ (પેરિઓડોન્ટિસ્ટ)

3.ડૉ. અંકિત દેસાઈ (એમ.ડી.એસ)

4. ડૉ. અંકિત જીવન દેસાઈ