Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

ગુણવત્તાસભર સુખી જીવન માટે પર્યાપ્ત ડેન્ટિશન (દાંત) મહત્વનું છે. પ્રીવેન્ટિવ દંત ચિકિત્સામાં આગળ વધવા છતાં, કમ્પ્લીટ ઈડેન્ટ્યુલિઝમ (બોખાપણું) હજી પણ વિશ્વવ્યાપી જાહેર આરોગ્યની મોટી સમસ્યા છે.

બધા દાંત પડી જવાથી વ્યક્તિ ની ખાવાની ક્ષમતા પર નકારાત્મક પ્રભાવ પડે છે. અપચો અને કુપોષણ, અનેક અનિચ્છનીય રોગોને આમંત્રણ આપે છે. અંતે વજન માં ઘટાડો અને શરીર માં નબળાઈ આવી જય છે. ઉંમર કરતા ચહેરો વધુ વૃદ્ધ દેખાય છે. મારા મુજબ તો તે આપડી બેકાળજી અને ગંભીરતાના અભાવે જાતે ઉભી કરેલી શારીરિક, માનસિક અને સામાજિક વિકલાંગતા જ કહેવાય.

સામાન્ય રીતે આવા દર્દી માટે બનાવાતું “કાઢવા-મુકવાવાળું ચોકઠું” સૌથી સરળ અને ઓછો ખર્ચાળ વિકલ્પ છે. પરંતુ આ દાંત માત્ર ક્ષોભા વધારવા સિવાય ખાવામાં વધુ કામ આવતા નથી. મોઢા માં પ્લાસ્ટિક નો અનુભવ થાઈ છે. ઘણી વખત બત્રીસીના પડી જવાથી લોકો વચ્ચે હસવાના પાત્ર પણ બનવાનું થાઈ. ઉંમરને લીધે સફાઈ રાખવામાં થતી મુશ્કેલી અને ખોરાક ચાવવાની અસમર્થતાને કારણે, આખરે વડીલો કંટાળીને પોચો કે પ્રવાહી ખોરાક લેવાનું પસંદ કરે છે.

વધતી ઉંમરે મૌખિક તેમજ સામાન્ય સ્વાસ્થ્યની જાળવવાણી માટે સરળ, કાર્યક્ષમ અને ઓછી જાળવણીની જરૂર પડે તેવી સારવાર આપવી જોઈએ. “ઓછા માં ઓછા 2 ને વધુ માં વધુ 8 ઇમ્પ્લાન્ટ” ના આધારે નવી બત્રીસી બેસાડી શકાય છે જે ખુબ જ આરામદાયક અને કાર્યાત્મક ઉપાય છે. સમજવા માટે ઇમ્પ્લાન્ટ-સપોર્ટેડ ડેન્ચરને “જડબાંની અંદર મુકવામાં આવેલા ઇમ્પ્લાન્ટ્સ આધારિત ફિક્સ કરેલું ચોકઠું” પણ કહી શકાય. આધાર માટે જેટલા ઇમ્પ્લાન્ટસ વધારવામાં આવે તેટલું જ ચોકઠુ ફિટ બેસે છે અને કુદરતી લાગે છે.

આવી સારવાર ધરાવતા લોકો જાહેરમાં વધુ આત્મવિશ્વાસ ધરાવે છે. ખાતી કે વાતચીત કરતી વખતે ખોટા દાંત લપસીને બહાર પડવા વિશે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તે જડબાના હાડકાને થતુ નુકસાન અટકાવીને તમને અકાળે વૃદ્ધ દેખાતા અટકાવે છે. ચોકઠાં ને પેઢા સાથે ચોંટાડવા ડેન્ચર એડહેસિવ્સનો ઉપયોગ પણ જરૂરી નથી. પ્લાસ્ટિક (એક્રેલિક) નો આધાર ઘટવાથી વાત કરવામાં સરળતા રહે છે અને સ્પષ્ટ બોલી શકાય છે.

કુદરતી દાંત ને સમયસર બચાવી લેવાય એ શ્રેષ્ઠ, પરંતુ જો દાંત કઢાવવો જ પડે તો તેની બદલી 2-6 મહિના માં અચૂક કરાવવી જોઈએ. વૃદ્ધાવસ્થામાં, વડીલો ની સાચી સેવા તો એવો વિકલ્પ પૂરો પાડવામાં છે કે જે તેમને વધુ પૌષ્ટિક ખોરાક ખાવામાં અને આત્મવિશ્વાસથી જીવવા માટે મદદ કરી શકે. ઘરના વડીલો માટે આપણે આટલું તો વિચારવું જ રહ્યું.