Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

વાસ્તવિકતા: આ સાચું હોઈ શકે પણ હંમેશાં નહીં.

દરેકના દાંત એક જેવા હોતા નથી. ઘણાખરા દાંત કે જે સંપૂર્ણ રીતે સફેદ નથી હોતા તે પણ સ્વસ્થ હોઈ શકે છે. સામાન્ય રીતે વ્યક્તિ જેટલું ગોરું તેટલા તેના દાંત પીળાશ પડતા કે ઘાટા હોઈ શકે છે જ્યારે કાળા વ્યક્તિના દાંત વધુ સફેદ જોવા મળે છે. આ જ રીતે વધતી ઉંમર સાથે દાંતનું પીળું પડવું કુદરતી છે. બ્રિટિશ લોકો તેઓના કુદરતી રીતે પીળા રંગના દાંતના કારણે હંમેશાં ટુચકાઓનું કેન્દ્ર બને છે.

વિશ્વભરમાં સામયિકો અને સિનેમાના પ્રભાવના કારણે સફેદ દાંતને એક સ્ટેટ્સ ગણવામાં આવે છે. આવું સ્મિત તેમને હોલીવુડના અભિનેતા જેવો ગર્વ અપાવે છે. અધ્યયનો દર્શાવે છે કે 18-52% લોકો તેમના દાંતના રંગથી અસંતુષ્ટ છે. આપણામાંના મોટાભાગના લોકો પણ ચમકતા સફેદ દાંતથી ભરેલી સ્માઈલને વધુ પસંદ કરે છે.

યુ.એસ. જેવા દેશોમાં, દાંતને સફેદ રાખવા કરવામાં આવતું "ટુથ બ્લિચિંગ" એ દર્દી દ્વારા સૌથી ડિમાન્ડિંગ (વિનંતી કરાયેલી) ડેન્ટલ પ્રક્રિયાઓમાંની એક છે. ઘણી વખત કેટલાક પરિબળો પણ તેને બગાડવામાં જવાબદાર હોઈ છે. આવા વખતે દાંતને સાફ કરાવવાથી પણ તમારા દાંતનો મૂળભૂત રંગ પાછો મેળવી શકાય છે.

સામાન્ય કારણો:

- મૌખિક સ્વચ્છતાના અભાવે દાંત ઉપર ટાર્ટર જમા થવાથી તે વધુ પીળા દેખાઈ છે. યોગ્ય કાળજીના અભાવે દાંત ઉપર જમા થયેલા ખોરાકના કણો તથા બેક્ટેરિયા તેના વધુ પડતા કાળા કે પછી લીલાશ પડતા ડાઘ માટે કારણભૂત છે.

- શરીરમાં પરિવર્તન આવવાથી, વધુ પડતી એસીડીટી, દવા કે બીમારી તમારા દાંતના રંગમાં પરિવર્તન લાવી શકે છે. જો તમારો આહાર આરોગ્યપ્રદ ન હોય, કે પછી, સોડા તથા કેટલાક પીણાંનું વધુ પડતું સેવન દાંતના એનામલને નુકસાન પહોંચાડી તેને પીળા બનાવવા માટે ફાળો આપી શકે છે. ટામેટા આધારિત ચટણી, કોફી તથા રેડ વાઈન પિતા લોકોના દાંત પર જોવા મળતા નક્કર સ્ટેઇન એ કોઈ આશ્ચર્યજનક વાત નથી.

- દાંતનું પીળા પડવામાં સૌથી મોટો ફાળો આપનાર ધૂમ્રપાન છે. સિગારેટનો ટાર અને નિકોટિન તથા તંબાકુ, પાન કે માવા ખાવાથી લાગતા ડાઘ અનિચ્છનીય છે.

- અગાઉ જણાવ્યું તેમ, બધા દાંત એક જેવા નથી. કેટલાક લોકો આનુવંશિક કારણોના લીધે વધુ છિદ્રાળુ એનામલ સાથે જન્મે છે. આવા વ્યક્તિમાં પેહલાથી દાંત અસામાન્ય પણે પીળા જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં સ્ટેઇન, સડો અથવા અન્ય રોગ દાંતની સફેદીને અસર કરે છે અને તે માટે દંત ચિકિત્સક દ્વારા તેની તપાસ કરાવવી જરૂરી છે.