Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

આ એક સૌથી મોટી ગેરસમજ છે! ઘણી વાર મારે દર્દીઓને સમજાવવું પડે છે કે “ઘણાં મોઢાનાં રોગોમાં, ખાસ કરીને દાંતમાં થતો સડો, મોઢાનું કેન્સર અને પાયોરિયામાં (પેઢાંના રોગો) શરૂઆતના તબક્કામાં દુખાવો થતો નથી.” લક્ષણો દેખાય ત્યાં સુધી સમસ્યા ઘણી મોટી થઈ જાય છે.

સડો લાગેલા દાંતમાં પોલાણ થઇ ગયું હોઈ ને ખોરાક ફસાતો હોઈ તો પણ આપણે એને ટુથપીકથી ખોતરી ને સાફ કરી દઈશું પરંતુ તે દાંતની નસમાં ચેપ લગાડી શકે છે એવી ગંભીરતાથી અજાણ હોય એમ વર્તીએ છીએ. પાયોરિયામાં શરૂઆતમાં કોઈકવાર પેઢામાંથી લોહી પડ્યું હોઈ અને દાંત હાલતો હોઈ પરંતુ દુખતું ન હોવાથી એ આપણી પ્રાથમિકતાનો વિષય નથી. તપાસ કરાવવા માટે રાહ જુઓ તો મોટાભાગે આવા કેસોમાં પેઢાંની સર્જરી, રૂટ કેનાલ અથવા દાંતને કાઢવાની પણ જરૂરિયાત ઉભી થઇ શકે છે.

ઘણી વખત મોઢામાં ચાંદુ પડીને કે પછી સોજો આવીને મહિનો થઇ જાય પણ આપણી પાસે ડોક્ટરને બતાવાનો સમય હોતો નથી! અંતે કેન્સર વધી જાય ત્યારે મુંબઈ-દિલ્લી સુધી દોડાદોડી કરી મુક્શું, બેસ્ટ સર્જનની અપોઈન્ટમેન્ટ લેવા ઓળખાણ કાઢશું ને લખો રુપિયા નું પાણી કરી દઈશું પણ માણસને બચાવી શકાતું નથી. આ બધું શા માટે?

વ્યંગની વાત તો એ છે કે આપણે પહેલા આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી કારણ કે કમાવામાં વ્યસ્ત છીએ પરંતુ પાછળથી આપણે આરોગ્યની સમસ્યાઓ પર બધી બચત ખર્ચ કરવી પડે છે. વાસ્તવમાં પાણી આવ્યે પાળ બાંધવાનો આપણો સ્વભાવ થઇ ગયો છે.

બેકાળજી એ ભવિષ્ય માટે એક મોટી જવાબદારી બની શકે છે અને તેમાં દુખાવો, ખર્ચો અને સારવારનું જોખમ ઘણું વધી જય છે. ચૂકશો તો ચુકાવશો! કુદરતી દાંત ને સમયસર બચાવી લેવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. અહીંયા દેખીતું છે કે હું બેદરકારી નહિ રાખવાની ભલામણ કરું છું. નિયમિત ચેકઅપ્સથી વધુ સમય માંગી લેતી અને મોંઘી સારવારથી બચી શકાય છે. ડેન્ટલ પીડા ન હોય તો પણ અમે નિયમિત સફાઇ અને પરીક્ષણ માટે વર્ષમાં બે વાર દંત ચિકિત્સકને બતાવવાની ભલામણ કરીએ છીએ. "પ્રિવેંશન ઇસ બેટર ધેન કયોર!"