LP Savani Main Road Adajan Gam, Surat

શ્રીમાન ચેતનભાઈ ને એક દિવસ અચાનક ખાવામાં કઈ કાંકરી જેવું આવી ગયું ને અસહ્ય દુખાવો શરુ થઇ ગયો. તાત્કાલિક તેઓ ક્લિનિક દોડી આવ્યા. નીચેની ડાબી બાજુ ની દાઢ માં ફ્રેકચર થઇ ગયું હતું. દાંત બચાવાય એમ ના હોવાથી કાઢવો પડ્યો. કાઢવાની સાથે જ તરત જ દાંત બેસાડી શકાય છે પણ એમના કિસ્સા માં થોડું રૂઝ આવવા દેવાની જરૂર હતી ને તેથી મૈ તેમને 6-8 અઠવાડિયા ઉભા રહેવા જણાવ્યું.

ચેતનભાઈ પાસે સમય નો ખુબ અભાવ હોઈ છે. ઘર અને વ્યવસાયિક દોડધામ માં તેઓ વ્યસ્ત થઇ ગયા ને નવા દાંત બેસાડવાનો સમય નીકળી ગયો. હવે 2 વર્ષ પછી, જમણી બાજુ ખવાતું ના હોવાથી તેઓ ફરી ક્લિનિક આવ્યા. મૈં રમૂજ કરતા કહ્યું, સાહેબ જમણી બાજુ ખાવાની તકલીફ થવા માંડી એટલે ડાબી બાજુની કિંમત સમજાય એમને! તેઓ બોલ્યા; હા સાહેબ! મને હવે આ વખતે બંને બાજુથી ખાતા કરી દો.

તાપસ કરતા જણાયું કે ડાબી બાજુના કાઢેલા દાંતના ભાગ નું હાડકું ઘણું ઓછું થઇ ગયું હતું. સાથે આજુબાજુ ના દાંત માં અને જમણી બાજુ થોડા સડા પણ થયા હતા. મૈ તેમનો સી-ટી સ્કેન કરાવ્યો તો જાણવા મળ્યું કે હાંડકુ તેની જાડાઈ પહોળાઈ અને ઉંચાઈ માં ઘણું ઘટી ગયું હતું ને તે ઇમ્પ્લાન્ટ મુકવા યોગ્ય ના હતું. હવે સૌથી પહેલા ત્યાં નવું હાડકું બનાવવાની જરૂર હતી જેને બનતા 6 મહિના લાગે અને ઇમ્પ્લાન્ટ બેસાડવાના 3 મહિના પછી જ નવો દાંત બેસાડી શકાય.

મૌખિક આરોગ્યની બેદરકારી, દાંત નો સડો તથા પાયોરિયા ના કારણે 30-35 વર્ષ ની ઉંમર સુધીમાં મોટા ભાગના વ્યક્તિઓ 2-3 દાંત ગુમાવી ચૂક્યા હોય છે. સામાન્ય રીતે દાંત કઢાવ્યા ના 2-6 મહિના ની અંદર નવો દાંત બેસાડાવો જોઈએ. સારવાર માં મોડું કરવાથી માત્ર તેની કોમ્પ્લેક્સિટી, ખર્ચ અને સમય માં વધારો થતો હોઈ છે. સરવાળે તે બધી રીતે મોંઘુ જ સાબિત થાઈ છે.

વ્યંગની વાત તો એ છે કે આપણે પહેલા આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી કારણ કે કમાવામાં વ્યસ્ત છીએ પરંતુ પાછળથી આપણે આરોગ્યની સમસ્યાઓ પર બધી બચત ખર્ચ કરીયે છીએ. ચેતનભાઈ જેવી ભૂલ તમારા થી પણ ના થાઈ, જો મોડુ થઈ જાય તો તેની શું અસર આપડા મોઢા અને શરીર પર આવી શકે અને નવો દાંત કેમ જેટલો બને તેટલો વહેલો બેસાડવો જોઈએ એ માટે ના કેટલાક ફેક્ટ્સ આપડે હવે પછીના લેખ માં જોઈશું.